સ્વચ્છ ભારત ગ્રામીણના સુચારુ અમલીકરણ માટે કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને ૧૯ નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ અને પાણી અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ. જેમાં કલેકટરશ્રીએ સ્વચ્છતા અંગે જનજાગૃતિ અને જનભાગીદારી વધારવા સૂચનો કરી કુલ ૫ સફાઈ કર્મયોગીઓને સ્વચ્છતા કીટ અને ૫ લાભાર્થીઓને શૌચાલય બાંધકામ માટે મંજૂરીપત્રો આપી સ્વચ્છતા જાળવણી માટે પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી લલિત પટેલે જણાવ્યું કે જિલ્લામાં સ્વચ્છતા બાબતે લોક જાગૃતિ કેળવી સ્વચ્છતાનુ સ્તર ઉંચુ લાવવાના ઉમદા પ્રયાસના ભાગરૂપે ૧૯ નવેમ્બરથી “આપણું શૌચાલય: આપણું સન્માન” અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લામાં વિશેષ ઝુંબેશ હાથ ધરાશે, જેમાં ગ્રામ્ય સ્તરે તથા જાહેર સ્થળો જેમ કે બસ સ્ટેન્ડ, બજાર વિસ્તાર, ધાર્મિક અને પ્રવાસન સ્થળો, શાળા, આંગણવાડી, અને આરોગ્ય કેન્દ્ર ખાતે બંધ હાલતમાં હોય તેવા સામૂહિક શૌચાલયની ઓળખ કરી અને તેને વિવિધ સુવિધાઓ પ્રોવાઇડ કરીને ફરી ચાલુ કરાવવા, પાણી, દરવાજાનું સમારકાર, વીજળી વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરવવામાં આવશે. તેમણે જણાવ્યું કે, ગામડાઓમાં શૌચાલય નિર્માણ માટે બાકી રહેલા લાભાર્થીઓને ઓળખ કરવી,OTA ગ્રાન્ટનો ઉપયોગ કરીને CSCs અને સંસ્થા કે શૌચાલયનું રીટ્રો ફીટીંગ કરવામાં આવશે.
નોંધનીય છે કે ખેડા જિલ્લામાં કુલ ૧૯૦ રિપેરપાત્ર સામૂહિક શૌચાલયો માટે રૂ.૫૪.૧૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. વધુમાં, શૌચાલય દિવસ નિમિતે કુલ ૧૦૩ કર્મયોગીઓને સ્વચ્છતા કીટ આપી સ્વચ્છતાના કાર્યો કરતા રહેવા માટે પ્રોત્સાહિત કરાયા હતા. વધુમાં, કુલ ૨૫ લાભાર્થીઓને શૌચાલય બાંધકામ માટે મંજૂરીપત્રો આપી ઓપન ડેફીકેશન નાબૂદી માટે ચાવીરૂપ કામગીરી કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.ડી.વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી લલિત પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ક્રિષ્ના ઉપાધ્યાય, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.આર.દેસાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડી.એચ.રબારી અને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશન કમિટીના વિવિધ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજ રોજ મુલાકાત થઈ…