કપડવંજ માં રખડતાં પશુ ઓ ના ત્રાસ થી મુક્તિ અપાવવા માટે કપડવંજ નગર સેવા સદન ના સત્તાધીશો એ કોઈ જ નકકર કાર્યવાહી કરેલ નહિ હોવા ની પ્રજા માં ચર્ચા છે અને સદર બાબતે નામદાર ગુજરાત હાઇકોર્ટ એ ગુજરાત સરકાર ને પણ દિશા નિર્દેશ અને હુકમ કરેલ હોવા છતાં સ્થાનિક સ્વરાજ ની સંસ્થા ઓ પણ તેની અમલવારી કરતી નથી. હદ તો ત્યારે થઈ જાય છે જ્યારે પણ મીડિયા કપડવંજ નગર સેવા (મેવા) સદન ના ચીફ ઓફિસર ને આં બાબતે કેટલાક વેધક સવાલ કરે છે ત્યારે તેમનો એક જ જવાબ હોય છે કે મને ખબર નથી ?. તો જેમને ખબર નથી એ કપડવંજ નગરસેવા સદન માં રહી ને પ્રજા ના પ્રશ્નો નું નિરાકરણ કેવી રીતે કરશે. ?